Skip to main content
Settings Settings for Dark

"સ્વચ્છ દિવાળી શુભ દિવાળી " થીમ સાથે દેશભરમાં "પ્રકાશ પર્વ" દિવાળીની ધામધૂમથી ઉજવણી

Live TV

X
  • સ્વચ્છ દિપાવલી અને શુભ દિપાવલીની થીમ સાથે આજે દેશભરમાં દિપાવલી તહેવાર હર્ષોઉલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. સારા વિચારો સાથે દેશમાં દિપ પ્રગટાવી દેશ રોશનીથી જગમગી ઉઠ્યો છે. ખાસ કરીને આ તહેવાર પર આત્મનિર્ભર દેશ બનાવવા માટે દેશમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓની લોકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે.

    આજે દિપાવલી તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુ્ર્મુ કહ્યુ હતુ. કે દિપાવલી તહેવાર એ હર્ષ અને ખુશીનો તહેવાર છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશનો વિજય, ખરાબ સામે સારા વિચારોનો વિજય, અન્યાય પર ન્યાયની જીતના પ્રતિકરૂપે આ તહેવાર ઉજવાઇ રહ્યો છે. વિવિધ ધર્મોના લોકો પણ આ તહેવારને ભાર હર્ષ ઉલ્લાસભેર ઉજવી રહ્યા છે. આ સાથે પ્રેમ, ભાઇચારો અને સદભાવનાનો સંદેશ ફેલાવી રહ્યા છે.

    આ તહેવાર દુયાળુ ,સકારાત્મકતા અને સમૃધ્ધિનો પ્રતિક છે.  રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ. દિપાવલી તહેવાર આપણી અંતર આત્માઓને રોશની આપી રહ્યુ છે. અને આપણને માનવતાના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે. વધુમાં કહ્યુ હતુ. કે એક દિપ પ્રગટાવવાથી અનેક લોકોના ઘરોમાં રોશની પ્રગટાવે છે.

    તેવી રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ઘરોમાં આપણે ખુશીઓ લાવી શકીએ છીએ. રાષ્ટ્રપતિએ દિપાવલી તહેવાર સુરક્ષિત રીતે ઉજવવા અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ લેવાનીપણ  અપિલ કરી છે. આ સાથે ભારત અને વિદેશમાં રહેતા તમામ નાગરિકોને દિપાવલીની પણ શુભકામનાઓ પાઠવી હતી.

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે દેશવાસીઓને દિવાળીના પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે અપાર ભક્તિ અને ખુશીઓ સાથે ઉજવાતો આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત અને આશા અને સદાચારની ભાવનાનું પ્રતીક છે.

    ઉપરાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે હંમેશની જેમ આ વખતે પણ દિવાળીનો તહેવાર ઉત્સાહ અને ખુશીઓ લઈને આવશે જે દેશને સમૃદ્ધિ અને સફળતાથી ભરપૂર ભવિષ્ય તરફ લઈ જશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે દિવાળીનો પ્રકાશ લોકોમાં જ્ઞાન, શાણપણ અને કરુણા ફેલાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply