સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વારાણસીમાં CRPF દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન
Live TV
-
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વારાણસીમાં CRPF દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન
દેશભરમાં આઝાદીના મહાપર્વની ઉજવણી અદ્ભુત ઉત્સાહ અને દેશભક્તિના માહોલ સાથે 'તિરંગા યાત્રા' ના સ્વરૂપમાં કરવામાં આવી રહી છે. આ વિશેષ અવસર પર ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ૫૫મી બટાલિયન દ્વારા અત્યંત જોશ અને શૌર્યભેર તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં સહભાગીઓ:
દેશભક્તિના આ ભવ્ય આયોજનમાં CRPFના 150 કરતાં વધુ અધિકારીઓ અને જવાનોએ ઉત્સાહપેર ભાગ લીધો હતો. આ રેલીમાં સુરક્ષાદળોની સાથે-સાથે મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો પણ જોડાયા હતા. હાથમાં તિરંગા ધ્વજ અને બાઇક પર સવાર જવાનોના જોશથી સમગ્ર વારાણસીનું વાતાવરણ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
નિર્ધારિત માર્ગો પરથી પસાર થયા બાદ આ પ્રેરણાદાયી તિરંગા બાઇક રેલી સંપન્ન થઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ જવાનો અને નાગરિકો દ્વારા સામૂહિક રીતે વંદે માતરમ્નું ગાન કરીને રાષ્ટ્ર પ્રત્યેનો આદર અને સમર્પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
દેશભક્તિનો સંદેશ
સુરક્ષાદળો અને જનસામાન્ય દ્વારા સંયુક્તપણે યોજાયેલી આ તિરંગા યાત્રાએ દેશના વીર જવાનોના બલિદાન અને રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસને યાદ અપાવવાની સાથે-સાથે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ દ્રઢ બનાવી છે.
