હરિયાણાના કરનાલમાં અમિત શાહની ઉપસ્થિતિમાં અંત્યોદય મહાસંમેલન યોજાયું
Live TV
-
હરિયાણા સરકારની સફળતાને 9 વર્ષ પૂર્ણ થતા કરનાલમાં અંત્યોદય મહાસંમેલન યોજાયું. આ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ ખાસ પ્રસંગે અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે હરિયાણાએ કર્ણની ભૂમિ છે. આ ભૂમિ પરથી ગીતાનો ઉદ્દઘોષ થયો હતો . હું આ પવિત્ર ભૂમિને પ્રણામ કરૂં છું .હરિયાણા ખેડૂતો અને વીરોની ભૂમિ છે. હરિયાણાએ કૃષિ અને ડેરી ક્ષેત્રે કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ડબલ એન્જિન સરકારને કારણે હરિયાણાનો ચોતરફ વિકાસ થયો છે. આ સાથે અમિત શાહે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી રામ મંદિર નિર્માણના માર્ગમાં અવરોધક બની રહી છે.
