Skip to main content
Settings Settings for Dark

હવામાન પલટાયું: દિલ્હી-UPમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

Live TV

X
  • હવામાન પલટાયું: દિલ્હી-UPમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

    ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લાંબા સમયથી પ્રકોપ વર્ષાવતી કાળઝાળ ગરમી અને લૂ (Heatwave) વચ્ચે આખરે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ગુરુવારે સાંજે દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાયું હતું અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય ગરમીમાંથી ભારે રાહત મળી છે.

    ગાઝિયાબાદમાં પણ ઠંડક પ્રસરી

    રાહતના આ સમાચાર માત્ર દિલ્હી પૂરતા મર્યાદિત નથી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સહિતના એનસીઆર (NCR) ના વિસ્તારોમાં પણ ગુરુવારે સાંજે આવી જ સ્થિતિ જોવા મળી હતી. અહીં જોરદાર પવન અને ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદે તપતા શહેરને સંપૂર્ણપણે ઠંડુંગાર કરી દીધું હતું.

    આ રાજ્યોમાં ગરમી હજી યથાવત, પણ કાલથી રાહતની આશા

    હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દેશના મોટાભાગના વિસ્તારોમાં આજથી જ ભીષણ ગરમી અને લૂની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. જોકે: રાજસ્થાન, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. પરંતુ, આવતીકાલથી આ રાજ્યોમાં પણ પારો ગગડવાની અને તાપમાનમાં મોટો ઘટાડો થવાની પ્રબળ આશા છે.

    આગામી 2-3 દિવસ માટે હવામાન વિભાગનું એલર્ટ

    હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, દેશના અન્ય ભાગોમાં પણ હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ અને તેને અડીને આવેલા પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

    હવામાન વિભાગની ચેતવણી 

    ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે પવન (વાવાઝોડા) સાથે મધ્યમથી ભારે વરસાદની આશંકા છે. આ બદલાતી ઋતુ અને વાવાઝોડાની સ્થિતિને જોતા હવામાન વિભાગે નાગરિકોને સતર્ક અને સુરક્ષિત રહેવાની ખાસ સલાહ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply