Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગની ચેતવણી: દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Live TV

X
  • હવામાન વિભાગની ચેતવણી: દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

    દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાનો મિજાજ હજુ પણ યથાવત છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસો માટે દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે સુરક્ષાના ભાગરૂપે અનેક રાજ્યોમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

    હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, સિક્કિમ અને વિદર્ભમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, કેરળ, માહે અને તેલંગાણામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલે જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, આંધ્રપ્રદેશ, પૂર્વોત્તરના ભાગો અને અંદમાન-નિકોબાર દ્વીપસમૂહમાં વીજળીના કડાકા-ભડાકા અને ઝડપી પવનો સાથે વાવાઝોડાની આગાહી છે.

    વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply