હવામાન વિભાગની હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આજે હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીમાં સતત બીજા દિવસે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. ઉપરાંત, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને છત્તીસગઢમાં આવતીકાલે વીજળી પડવાનું અનુમાન સેવવામાં આવ્યું છે. IMD અનુસાર સમગ્ર ભારતમાં ઓગસ્ટમાં વરસાદની 16 ટકા ઘટ રહી છે. જ્યારે દેશમાં આ વર્ષે 1901 પછીનો સૌથી ગરમ ઓગસ્ટ નોંધાયો છે
