હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી
Live TV
-
હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે ઉત્તરાખંડમાં પણ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
આગામી ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી પૂર્વ અને મધ્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
