Skip to main content
Settings Settings for Dark

હૈદરાબાદમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ, આશરે 5 હજાર કરોડનું નુકસાન

Live TV

X
  • છેલ્લા ત્રણ દિવસથી હૈદરાબાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલમાં હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે.

    છેલ્લા ત્રણ દિવસથી હૈદરાબાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલમાં હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે. રાજ્યમાં અચાનક આવેલા ભારે વરસાદના કારણે 5 હજાર કરોડનું નુકસાન થયું છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં આ સમગ્ર માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, પુનર્વસન અને રાહત કાર્યો માટે તરત જ મદદ પહોંચાડવામાં આવે. જ્યારે મુખ્યમંત્રીએ રાહત ઉપાયો માટે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સ્થિતિને જોતા હાલમાં 61 રાહત કેન્દ્રનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડશે તો અન્ય રાહત કેન્દ્ર શરૂ કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ હૈદરાબાદના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply