૨૧૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા,જેમાંથી ૧૯૮ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Live TV
-
૫ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૩ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં, ૯ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં,સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૧૯ જૂનના રોજ સાંજે ૦૫:૪૫ વાગ્યા સુધીમાં ૨૧૫ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જેમાંથી ૧૯૮ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે.વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ૫ પરિવારો વહેલી સવાર સુધી સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૩ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં છે, જ્યારે ૯ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈએ રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૯૮ મૃતકો કે જેમના પાર્થિવ દેહ પરિવારોને સોંપાયા છે તેમાં ૧૪૯ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૨ બ્રિટિશ નાગરિક, ૦૧ કેનેડિયન તેમજ ૯ નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે. ૧૫ જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે ૧૮૩ જેટલા દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૬ દર્દીઓમાંથી ૧ ને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે, જ્યારે બાકીના ૫ દર્દીઓનું આરોગ્ય સ્થિર છે, એમ ડો.જોશીએ જણાવ્યું હતું.
