‘શૌર્ય દિવસ’ આજના દિવસે કચ્છના રણમાં ભારતના CRPF સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી
Live TV
-
આજે 9 એપ્રિલ 2023 (9 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ‘શૌર્ય દિવસ’ છે. વર્ષ 1965માં આજના દિવસે ભારતના સીઆરપીએફ સૈનિકોએ કચ્છના રણમાં પાકિસ્તાની આર્મી સામે લડાઇ લડી અને જીત હાંસલ કરી હતી. તેની યાદગારીમાં દર વર્ષ 9 એપ્રિલના રોજ ‘શૌર્ય દિવસ’ ઉજવવામાં આવે છે. મહત્વપૂર્ણ ઘટનાઓની વાત કરીયે તો વર્ષ 1860માં આજની તારીખે પહેલીવાર માનવ અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો. વર્ષ 2020માં ફેલાયેલી જીવલણે કોરોના વાયરસની મહામારી ફેલાયાના વર્ષ 2021માં 100 દિવસ પૂરા થયા હતા. જાણો ઇતિહાસની તારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
‘શૌર્ય દિવસ’ – કચ્છના રણ મેદાનમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી
ભારતમાં 9 એપ્રિલને ‘શૌર્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજે CRPFનો 58માં શૌર્ય દિવસ છે. કચ્છના રણમાં ભારતના CRPF સૈનિકો અને પાકિસ્તાની આર્મી વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતની જીતની યાદગારીમાં ‘શૌર્ય દિવસ’ મનાવવામાં આવે છે. અખંડ હિન્દુસ્તાનના વિભાજન વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અમુક મામલો વિવાદ થયો છે તેમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત કચ્છના રણનો પણ સમાવેશ થાય છે.વર્ષ 1965માં 9 એપ્રિલના રોજ CRPFની એક બટાલિયને ગુજરાતના કચ્છના રણમાં આવેલી સરદાર પોસ્ટ પર પાકિસ્તાની સૈન્યને પરાજય આપીને ઈતિહાસ રચ્યો હતો. CRPF જવાનોએ 34 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા અને ચારને જીવતા પકડી લીધા. જો કમનસીબે આ યુદ્ધમાં સીઆરપીએફના 6 જવાનો પણ શહીદ થયા હતા.
9 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
1756 – બંગાળના નવાબ અલી વર્દી ખાનનું 80 વર્ષની વયે અવસાન થયું.
1860 – પહેલીવાર માનવ અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો.
1953 – વોર્નર બ્રધર્સે ‘હાઉસ ઓફ વેક્સ’ નામની પ્રથમ 3D ફિલ્મ રજૂ કરી.
1965 – કચ્છના રણમાં ભારત-પાક વચ્ચે યુદ્ધ થયું.
