Skip to main content
Settings Settings for Dark

‘હું પ્રધાનમંત્રી છું, છતાં લોકો મને સલાહ આપે છે’:પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો સફળતાનો મંત્ર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક અમૂલ્ય મંત્ર આપ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું કે, દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી શૈલી (Pattern) મુજબ જ અભ્યાસ કરવો જોઈએ.પ્રધાનમંત્રીને ઉમેર્યું કે, "દરેકની સલાહ સાંભળો, પરંતુ તમારી રીત ત્યારે જ બદલો જ્યારે તમને તે યોગ્ય લાગે."

    કાર્યક્રમના પ્રથમ સત્ર ‘તમારી શૈલી, તમારી ગતિ’ દરમિયાન ગુજરાતની એક વિદ્યાર્થિનીએ પ્રધાનમંત્રીને મુંઝવતો પ્રશ્ન પૂછ્યો હતો. તેણે જણાવ્યું કે, પરીક્ષા સમયે શિક્ષકો અલગ રીતે ભણવાનું કહે છે અને વાલીઓ અલગ રીતે, જ્યારે વિદ્યાર્થીની પોતાની પદ્ધતિ કંઈક અલગ હોય છે.આ પ્રશ્નના ઉત્તરમાં પ્રધાનમંત્રી મોદીએ હળવા અંદાજમાં કહ્યું, “આ પદ્ધતિનો સંઘર્ષ જીવનભર ચાલે છે. હું પ્રધાનમંત્રી બની ગયો છું, છતાં લોકો મને અલગ-અલગ રીતે કામ કરવા માટે કહેતા રહે છે. પરંતુ દરેક વ્યક્તિની કામ કરવાની પોતાની એક આગવી રીત હોય છે.”

    પ્રધાનમંત્રીને વિદ્યાર્થીઓને સમજાવવા માટે રોજિંદા જીવનના ઉદાહરણો આપ્યા તેમણે કહ્યું કે જ્યારે પરિવાર સાથે જમવા બેસે છે, ત્યારે દરેકની જમવાની રીત અલગ હોય છે. કોઈ શાકથી શરૂઆત કરે છે, તો કોઈ દાળથી. દરેક વ્યક્તિ જ્યારે પોતાની રીતે જમે છે, ત્યારે જ તેને આનંદ આવે છે.પ્રધાનમંત્રી એ કહ્યું, “કેટલાક લોકો સવારે સારું ભણી શકે છે, તો કેટલાક રાત્રે. તમારી જે પેટર્ન છે તેના પર વિશ્વાસ રાખો. સલાહ જરૂર લો, પણ જો તેનાથી ફાયદો જણાતો હોય તો જ તેને અપનાવો. કોઈના કહેવા પર નહીં, પણ તમારા અનુભવના આધારે ફેરફાર કરો.”

    પ્રધાનમંત્રીને કાર્યક્રમનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે તેની પદ્ધતિ અલગ હતી. સમય જતાં તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા અને આ વખતે અલગ-અલગ રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. તેમણે કહ્યું, “મેં કેટલીક વસ્તુઓ બદલી, પરંતુ મારો મૂળ સ્વભાવ કે રીત છોડી નથી.”પ્રધાનમંત્રીનો જવાબ સાંભળ્યા બાદ વિદ્યાર્થિનીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, પ્રધાનમંત્રીનો સ્વભાવ ખૂબ જ મળતાવડો છે. તેઓ બાળકો સાથે એકદમ ભળી ગયા હતા. તેમણે અમને સમજાવ્યું કે આપણે આપણી પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પરંતુ અન્યના સારા ગુણોને પણ ગ્રહણ કરવા જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply