23 ઓગસ્ટના રોજ ‘નેશનલ સ્પેસ ડે’ ઉજવવામાં આવશે
Live TV
-
ગયા વર્ષે 23 ઓગસ્ટે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
આ વર્ષે દેશ તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવશે અને થીમ હશે "ચન્દ્રને સ્પર્શ કરીને જીવનને સ્પર્શવું - ભારતની અવકાશ વાર્તા". અવકાશમાં ભારતની અસાધારણ સિદ્ધિઓ, સમાજને થતા ગહન લાભો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે ભારતીય અવકાશ કાર્યક્રમ સાથે જોડાવાની અમર્યાદ તકોને પ્રકાશિત કરતી સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ISROના જાણીતા વૈજ્ઞાનિક અને બેંગલુરુમાં UR રાવ સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર એમ શંકરને માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં, અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં રોબોટિક પડકારો અને હેકાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
