6 રાજ્યની 7 વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે, મતગણતરી શરૂ
Live TV
-
5 સપ્ટેમ્બરે 6 રાજ્યની 7 વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું.
દેશના 6 રાજ્યની 7 વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આ માટે સવારે આઠ વાગ્યે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. પાંચ સપ્ટેમ્બરે ત્રિપુરાની બે, ઉત્તર પ્રદેશ, બંગાળ, કેરળ, ઝારખંડ અને ઉત્તરાખંડની એક-એક બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ઉત્તરાખંડની બાગેશ્વર બેઠક માટે, ઉત્તરપ્રદેશની ધોસી બેઠક માટે, કેરળમાં પુથુપલ્લી, પશ્ચિમ બંગાળમાં ધૂપગુડી બેઠક માટે ઝારખંડમાં ડુમરી બેઠક માટે અને ત્રિપુરામાં બોક્સાનગર તથા ધનપુર બેઠક માટેની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે.
