ASEAN સમિટમાં ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાથી સ્વદેશ પરત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લીધા બાદ ઈન્ડોનેશિયાથી સ્વદેશ પરત આવી ગયા છે. આ અગાઉ જકાર્તા કન્વેન્શન સેન્ટર ખાતે પ્રધાનમંત્રી મોદીએ ASEAN-ભારત સમિટને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી મહત્વપૂર્ણ છે. ભારત અને આસિયાન વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક ધરતી, એક પરિવાર આપણો મંત્ર છે. આપણે દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂર છે. તો આ પહેલાં, જકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર,, ઈન્ડોનેશિયાના મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા મંત્રીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.. તો, એરપોર્ટ પર ઈન્ડોનેશિયન સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયું હતું. જ્યાં પીએમ મોદી ભારતીય સમુદાયને મળ્યા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
