G20 અતર્ગત આજે કલકત્તામાં ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠક યોજાશે
Live TV
-
ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠક આજથી કોલકાતામાં શરૂ થઈ છે. જેમાં બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ કરશે. આ જી-20 એસીડબલ્યુજીની બીજી મંત્રીસ્તરીય બેઠક છે, જેમાં મંત્રીસ્તરીય વિચાર વિમર્શ કરવાની સાથે ભ્રષ્ટાચારનો મુકાબલો કરવા માટે અને રાજકીય પ્રોત્સાહન મળશે. કારણ કે, ભ્રષ્ટાચારને નિવારવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં એસીડબલ્યુજીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આજથી શરૂ થયેલી બેઠક આગામી ત્રણ દિવસ સુધી ચાલશે.
કાર્યક્રમ સ્થળ પર પશ્ચિમ બંગાળની સંસ્કૃતિનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યુ છે. જેને જોઈને વિદેશી મહેમાનો પ્રભાવીત થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારને નિવારવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં એસીડબલ્યુજીની મહત્વપૂર્ણ ભૂમિકા છે તેથી આ બેઠક ભારતીય અધ્યક્ષતા હેઠળ G20 અતર્ગત ખુબ જ મહત્વની બેઠક છે.
