ICC રેન્કિંગ: દીપ્તિ શર્માનો દબદબો, વિશ્વની નંબર વન T20 બોલર બની; સ્મૃતિ મંધાના ટોપ-3 માં યથાવત
Live TV
-
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં દીપ્તિ શર્મા T20 ફોર્મેટમાં વિશ્વની નંબર વન બોલર બની ગઈ છે.
દીપ્તિ શર્માએ ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને પાછળ છોડીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. નોંધનીય છે કે, ICC T20 બોલિંગ રેન્કિંગના ટોચના 10માં દીપ્તિ શર્મા એકમાત્ર ભારતીય બોલર છે.દીપ્તિ શર્મા (ભારત)એનાબેલ સધરલેન્ડ (ઓસ્ટ્રેલિયા)સાદિયા ઇકબાલ (પાકિસ્તાન)મહિલા વન-ડે (ODI) બેટિંગ રેન્કિંગમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ એક સ્થાનના ફાયદા સાથે પ્રથમ ક્રમે પહોંચી છે, જ્યારે ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના બીજા સ્થાને સરકી છે.
ભારતની જેમિમા રોડ્રિગ્સ પણ ODI બેટિંગ રેન્કિંગમાં દસમા સ્થાને પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.T20 બેટિંગ રેન્કિંગમાં ભારતની સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને અડગ છે, જ્યારે યુવા બેટર જેમિમા રોડ્રિગ્સને પાંચ સ્થાનનો મોટો ફાયદો થયો છે.બેથ મૂની (ઓસ્ટ્રેલિયા) પ્રથમ અને હેલી મેથ્યુઝ (વેસ્ટ ઇન્ડીઝ) બીજા ક્રમે છે.ભારતીય ખેલાડીઓ: સ્મૃતિ મંધાના (3જું સ્થાન), જેમિમા રોડ્રિગ્સ (9મું સ્થાન) અને શેફાલી વર્મા (10મું સ્થાન) પર છે.
