INS તારીણી-નૌ-સેનાની જાબાંઝ મહિલા ઓફિસરોની ટૂકડી આજે ગોવા પરત ફરશે
Live TV
-
INS તારીણી ઉપર સવાર લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોષીના નેતૃત્વમાં છ મહિલા અધિકારીઓના દળને રક્ષામંત્રીએ ગોવાથી 10 સપ્ટેમ્બરે રવાના કર્યું હતું
નાની નૌકા દ્વારા સમુદ્રના માર્ગે દુનિયાનું ચક્કર લગાવવા નિકળેલ નૌ-સેનાની જાબાંઝ મહિલા ઓફિસરોની ટૂકડી આજે ગોવા પરત ફરશે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ખૂદ તેમનું સ્વાગત કરશે. INS તારીણી ઉપર સવાર લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોષીના નેતૃત્વમાં છ મહિલા અધિકારીઓના દળને રક્ષામંત્રીએ ગોવાથી 10 સપ્ટેમ્બરે રવાના કર્યું હતું. આ અભિયાનને નાવિકા સાગર પરિક્રમા નામ આપવામાં આવ્યું છે. આ દળમાં લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતિભા જામવાલ, પી.સ્વાતી લેફટનન્ટ એ.વી. વિજ્યાદેવી, પી. ઐશ્વર્યા તથા પાયલ ગુપ્તાનો સમાવેશ થાય છે. આ દળે ઓસ્ટ્રેલિયાના પ્રિમેન્ટલ અને ન્યૂઝીલેન્ડના લેટીટન્ટસે પોર્ટ સ્ટેનલીથી કેપટાઉન થઈને અભિયાન પૂરૂં કર્યું છે. આ દળે 41 દિવસ પ્રશાંત મહાસાગરમાં બેહદ વિપરીત વાતાવરણમાં પસાર કર્યા હતા. આ પ્રથમ અવસર છે કે નૌ સેનાના મહિલા અધિકારીઓએ સમુદ્ર માર્ગે વિશ્વ પરિક્રમા પૂરી કરવાનું સાહસિક કાર્યકર્યું છે
