MPમાં પૂરની સ્થિતિ, 11 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
Live TV
-
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભારે તબાહી સરજી છે. ભારે વરસાદને કારણે સંખ્યાબંધ ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પુર સ્થિતીની સમીક્ષા કરવા ગઇકાલે વીડિયો કોન્ફરન્સની મદદથી સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભારે તબાહી સરજી છે. ભારે વરસાદને કારણે સંખ્યાબંધ ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પુર સ્થિતીની સમીક્ષા કરવા ગઇકાલે વીડિયો કોન્ફરન્સની મદદથી સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. વીતેલા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતાં દેવાસ, હરદા,સિહોર, હોશંગાબાદ, રાયસેન, વિદિશા, બાલાઘાટ, સિવની, છીંદવાડા અને ખંડવા સહિતના વિસ્તાર પુરની સ્થિતીનો સામનો કરી રહ્યા છે. નર્મદા નદીની આસપાસના 10 કિ.મી. વિસ્તારમાં પુરની અસર જોવા મળી રહી છે. હાલમાં 454 ગામોના 11 હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. સૈન્યના હેલિકોપ્ટરની મદદથી 267 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 170 રાહત છાવણીમાં ભોજન , દવાઓ અને પીવાના પાણી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સૈન્ય, એનડીઆરએફ અને એસડીઆરએફ, પોલીસ અને હોમગાર્ડની ટુકડીઓ બચાવકાર્યોમાં લાગેલી છે. મુખ્યમંત્રીએ રાજ્યની સ્થિતી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ વાકેફ કર્યા છે. સતત વરસાદને કારણે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં પણ જળબંબાકાર જેવી સ્થિતી છે.વિદર્ભ અને નાગપુરના વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા 14 હજાર લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. પ્રભાવિત લોકો માટે 83 રાહત છાવણી શરૂ કરવામાં આવી છે. નાગપુર ઉપરાંત વિદર્ભના ગઢચિરોલી, ચંદ્રપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ઓડિસાના સાગર કાંઠાના સંખ્યાબંધ ગામ હાલમાં પુરના પાણીથી ઘેરાયેલા છે. મહાનદી પરના બેરેજમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં આ સ્થિતી સર્જાઇ છે. રાજ્ય સરકાર તરફથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
