Skip to main content
Settings Settings for Dark

NEET રીએક્ઝામ પૂર્ણ થતા આજથી ટેલિગ્રામ ફરી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ

Live TV

X
  • મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ મંગળવારે ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થયું છે. NEET UG 2026ની પુનઃ પરીક્ષાને કારણે સરકારે આ મેસેજિંગ એપ પર લગભગ એક સપ્તાહ માટે કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો.

    સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વિનંતી પર 16થી 22 જૂન સુધી ટેલિગ્રામને કામચલાઉ રીતે બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. સરકારી એજન્સીનો આરોપ હતો કે સંગઠિત નકલખોર ટોળકી આ પ્લેટફોર્મનો ઉપયોગ 21 જૂને યોજાનારી NEET-UG 2026ની પુનઃ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા અને તેમની સાથે છેતરપિંડી કરવા માટે કરી રહી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, હાલમાં એપ પ્લે સ્ટોર પર આવી ગઈ છે, પરંતુ આ પ્લેટફોર્મના એડિટ મેસેજ ફીચર પરનો પ્રતિબંધ 30 જૂન સુધી ચાલુ રહેશે. જોકે, એપ હજુ એપલ એપ સ્ટોર પર આવી નથી. 

    ગયા અઠવાડિયે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે NEETની પુનઃ પરીક્ષા પહેલા સાવચેતીના પગલા તરીકે 22 જૂન સુધી ભારતમાં ટેલિગ્રામને બ્લોક કરી દીધું હતું. 

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મંગળવારે જણાવ્યું હતું કે, "આ પગલું તે ચીટિંગ રેકેટ દ્વારા પ્લેટફોર્મના સંગઠિત ઉપયોગના જવાબમાં લેવામાં આવ્યું છે, જેઓ 21 જૂન 2026 ના રોજ યોજાનારી NEET UG 2026ની પુનઃ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા." 

    શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે NEET UG 2026ની પુનઃ પરીક્ષા પહેલા સમગ્ર ભારતમાં ટેલિગ્રામની સેવાઓ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. 

    ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના બ્લોકિંગ ઓર્ડરને પડકારતી ટેલિગ્રામ FZ-LLCની અરજીને ફગાવી દેતા, જસ્ટિસ તેજસ કરિયાની સિંગલ-જજ બેન્ચે જણાવ્યું હતું કે દેશવ્યાપી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ સાથે જોડાયેલી પરિસ્થિતિને જોતા મેસેજિંગ પ્લેટફોર્મને 22 જૂન સુધી રોકવું અને તેના મેસેજ-એડિટિંગ ફીચરને 30 જૂન સુધી બંધ રાખવું એ યોગ્ય પગલું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply