Skip to main content
Settings Settings for Dark

PM અને ગૃહમંત્રીએ ભારતીય મહિલા ટીમને પાઠવ્યા અભિનંદન

Live TV

X
  • ભારતીય મહિલા કબડ્ડી ટીમે ચીની તાઈપેઈને હરાવીને બીજી વખત મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહિલા કબડ્ડી ટીમને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા.

    પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીતીને દેશને ગૌરવ અપાવવા બદલ આપણી ભારતીય મહિલા કબડ્ડીની ટીમને અભિનંદન. તેમણે પ્રચંડ હિંમત, કૌશલ્ય અને સમર્પણ દર્શાવ્યું છે. તેમની જીત અસંખ્ય યુવાનોને કબડ્ડી રમવા, મોટા સપના જોવા અને ઊંચા લક્ષ્ય રાખવા માટે પ્રેરણા આપશે."

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, "આપણી મહિલા કબડ્ડી ટીમને ઈતિહાસ રચતા જોવું એ ખૂબ જ ગર્વની ક્ષણ છે. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીતવા બદલ સમગ્ર ટીમને અભિનંદન. તમારી નોંધપાત્ર જીત દર્શાવે છે કે ભારતની રમત પ્રતિભા કોઈથી ઓછી નથી. તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ."

    કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, "ભારતની દીકરીઓએ ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે.  આ પ્રભાવશાળી વિજય ભારતનો વારસો અને કબડ્ડી કૌશલ્ય દર્શાવે છે. તમારી સખત મહેનત અને નિશ્ચય ઘણી યુવતીઓને આત્મવિશ્વાસ સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply