Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશમાં સંબોધી ચૂંટણી સભા, સપા પર કર્યાં પ્રહાર

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પાંચમા ચરણ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના આબંડેકર જિલ્લાના માયાબજાર વિસ્તારમાં રેલીને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલીવાર કોઈ સરકારે ગરીબો અને શ્રમિકો માટે વિચાર્યું છે. 

    વધુમાં પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, બહેનજીએ બાબા સાહેબનો અને સમાજવાદી પાર્ટીએ લોહિયાના નામનો ઉપયોગ કર્યો છે, જ્યારે અમારી સરકાર ગરીબો માટે કામ કરી રહી છે.  કોસમ્બી પ્રદેશમાં પણ પ્રધાનમંત્રી સંબોધશે. મધ્યપ્રદેશના હોસંગાબાદ જિલ્લાના ઇટારસી ખાતે પણ રેલીને સંબોધવાના છે. 

    બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધવાના છે. તો કોંગ્રેસના રાહુલ ગાંધી  ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારના રામનગર ખાતે રેલી સંબોધશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply