PM મોદીએ ઉદ્યોગસાહસિક નિખિલ કામથના પોડકાસ્ટમાં ભાગ લીધો
Live TV
-
ઉદ્યોગસાહસિક નિખિલ કામથ સાથેના પહેલા પોડ કાસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાજકીય જીવન અને વ્યક્તિગત વિચારો વિશે વાત શેર કરી.
જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં PM મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય છે. રાજકારણમાં મિશન સાથે ઉતરવું જોઇએ, મહત્ત્વાકાંક્ષા સાથે નહી. રાજકારણમાં સતત સારા લોકો આવતા રહેવા જોઇએ.’ દુનિયામાં વિવિધ દેશ વચ્ચે ચાલતા સંઘર્ષ અંગે તેમણે કહ્યું કે ‘અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું.’
પ્રધાનમંત્રી મોદીનો આ પહેલો પૉડકાસ્ટ ઇન્ટરવ્યૂ છે. આ દરમિયાન તેમને પહેલી અને બીજી ટર્મ વચ્ચે શું ફર્ક છે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે લોકો પહેલી ટર્મમાં મને સમજવાનો પ્રયત્ન કરતા હતા. હું પણ દિલ્હીને સમજવાનો પ્રયત્ન કરતો હતો.’
જો કોઇ યુવાન રાજકારણમાં આવવા માંગે છે તો તેના માટે શું સંદેશ આપવા માંગશો? આ અંગે તેમણે કહ્યું કે, ‘રાજકારણમાં મિશન સાથે આવો.’
