PM મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિલન ભવનનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિલન ભવનનું કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું. તેમજ નવીનીકૃત UDAN યોજનાનો શુભારંભ કર્યો હતો. આ પહેલ પ્રાદેશિક હવાઈ જોડાણને નવી ગતિ આપવા, સામાન્ય નાગરિક માટે સસ્તી હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપવા અને 'ઉડે દેશ કા આમ નાગરિક' ના વિઝનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
પીએમ મોદી રાજસ્થાનમાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રો કેમિકલ કોમ્પલેક્સનું લોકાર્પણ પણ કરશે. તેમજ કુલ 1.06 લાખ કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે. આ વિકાસ યોજનાઓમાં પેટ્રો કેમિકલ્સ. શહેરી પરિવહન, રેલવે , સડક, નવીકરણીય યોજનાઓ સાથે જોડાયેલી છે. આ યોજનાઓ થકી રોજગારની વિશાળ તકો ઉભી થશે .
