PM મોદીના 12 વર્ષના અવિરત શાસનકાળને અમેરિકાએ જનસેવાનું પ્રમાણ ગણાવ્યું
Live TV
-
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. 12 વર્ષના અવિરત શાસનકાળ સાથે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને 4399 દિવસના કાર્યકાળનો આંકડો સર કર્યો છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. 12 વર્ષના અવિરત શાસનકાળ સાથે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને 4399 દિવસના કાર્યકાળનો આંકડો સર કર્યો છે.
વૈશ્વિક સ્તરે પ્રશંસા
આ સિદ્ધિ બદલ અમેરિકાના ભારતમાં રહેલા રાજદૂત સર્જિયો ગોરે (Sergio Gor) પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે મોદીના આ વિક્રમને "દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને મજબૂત નેતૃત્વનું શક્તિશાળી પ્રમાણ" ગણાવ્યું છે. પીએમ મોદીની આ સિદ્ધિ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી પ્રતિષ્ઠા તરીકે પણ જોવામાં આવી રહી છે.નેહરુનો રેકોર્ડ તોડતી સફર
પીએમ મોદીએ 2014માં પ્રથમવાર શપથ લીધા બાદ 2019 અને 2024માં સતત જનાદેશ મેળવીને આ ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, 1947થી 1952 વચ્ચે નેહરુ વડાપ્રધાન હતા પરંતુ તે સમયગાળો પ્રથમ સામાન્ય ચૂંટણી પૂર્વેનો હોવાથી, ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પીએમ મોદીનો આ વિક્રમ અત્યંત મહત્વનો માનવામાં આવે છે.વિકાસના 12 વર્ષ: ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી રાષ્ટ્ર નિર્માણ સુધી
મોદી સરકારના આ ૧૨ વર્ષના કાર્યકાળમાં દેશે અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે:નવું સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા.
વંદે ભારત ટ્રેનો અને નમો ભારત RRTS.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગંગા એક્સપ્રેસ-વે અને કાશ્મીર રેલ લિંક.
INS વિક્રાંત અને નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ.
NDA ની મેગા બેઠક અને ઉજવણી
આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા માટે આજે દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે NDA ની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતાઓ, ૨૨ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NDA આ અવસરે પીએમ મોદીના નેતૃત્વને બિરદાવતો ખાસ ઠરાવ પસાર કરશે.4399 દિવસનો આ કાર્યકાળ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ એક એવા નેતૃત્વની ગાથા છે જેણે ભારતને 'વિકસિત ભારત' બનવાના માર્ગે અગ્રેસર કર્યું છે. આવનારા સમયના પડકારો અને વિકાસના એજન્ડાને લઈને આ બેઠક અત્યંત મહત્વની મનાઈ રહી છે.
