Skip to main content
Settings Settings for Dark

PM મોદીની અધ્યક્ષતામાં 'વિકસિત ભારત' અને મોટા વહીવટી સુધારાઓ પર મંથન!

Live TV

X
  • દેશને આગામી સમયમાં આર્થિક અને સામાજિક મોરચે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના એકમાત્ર એજન્ડા સાથે મળેલી આ હાઈ-લેવલ બેઠકમાં દેશના વહીવટી તંત્ર અને નીતિઓમાં મોટા સુધારા કરવા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

    દેશને આગામી સમયમાં આર્થિક અને સામાજિક મોરચે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના એકમાત્ર એજન્ડા સાથે મળેલી આ હાઈ-લેવલ બેઠકમાં દેશના વહીવટી તંત્ર અને નીતિઓમાં મોટા સુધારા કરવા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની વિગતો શેર કરી હતી. પીએમ મોદીએ આ બેઠકને અત્યંત ફળદાયી અને સકારાત્મક ગણાવીને આગામી દિવસોમાં સરકારની પ્રાથમિકતાઓ શું રહેશે તેનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

    બેઠકના મુખ્ય મુદ્દાઓ: જેના પર સરકારનું ફોકસ રહેશે
    ગઈકાલની બેઠકમાં મુખ્યત્વે બે કી-પોઇન્ટ્સ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો:

    'ઈઝ ઓફ લિવિંગ': દેશના સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે, લાલિયાવાડીનો અંત આવે અને દૈનિક જીવનમાં ડિજિટલ તેમજ માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બને તેવા સુધારાઓ પર ચર્ચા થઈ હતી.

    'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' : ભારતમાં દેશી અને વિદેશી રોકાણ વધારવા, સ્ટાર્ટઅપ્સને મજબૂત કરવા અને ઉદ્યોગ સાહસિકો માટે નિયમો વધુ લવચીક તથા સરળ બનાવવા માટે વહીવટી સુધારાઓ (Governance Reforms) અંગે મંત્રીઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

    વિકસિત ભારત @ 2047 નો લક્ષ્યાંક:

    સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીએ તમામ મંત્રીઓને પોતપોતાના વિભાગોમાં સમયબદ્ધ આયોજન કરવા અને ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શી શાસન વ્યવસ્થાને છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે કડક સૂચનાઓ આપી છે. આ બેઠક દર્શાવે છે કે સરકાર આગામી દિવસોમાં દેશના અર્થતંત્રને ગતિ આપવા અને ગવર્નન્સને વધુ સ્માર્ટ બનાવવા માટે સત્તાવાર સ્તરે કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
apply