PM મોદી ભૂટાનનાં પ્રવાસે, ચોથા રાજાની 70મી જન્મજયંતિમાં આપશે હાજરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાન જવા રવાના થયા છે. 11-12 નવેમ્બર સુધી ચાલનારી આ બે દિવસીય સત્તાવાર મુલાકાત ભારત-ભૂતાન મિત્રતાના ઈતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરશે. આ મુલાકાત દરમિયાન PM પુનાત્સંગચુ-II પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
આ મુલાકાતનો સમય મહત્વપૂર્ણ છે કારણ કે ભૂટાન તેના ચોથા રાજા, જિગ્મે સિંગ્યે વાંગચુકની 70મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે, જેમને ગ્રોસ નેશનલ હેપ્પીનેસ (GNH) ઇન્ડેક્સના પિતા માનવામાં આવે છે.
આ મુલાકાત દરમિયાન વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ભારતમાંથી ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષો પ્રદર્શિત કરવામાં આવશે. પીએમ મોદીએ તેમને બંને દેશો વચ્ચેના "સંસ્કૃતિ અને ઊંડા આધ્યાત્મિક સંબંધો"નું પ્રતીક ગણાવ્યું.
આ ઉપરાંત, પુનાત્સંગચુ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આ મુલાકાત દરમિયાન એક મુખ્ય સીમાચિહ્નરૂપ રહેશે. આ 1020 મેગાવોટનો પ્રોજેક્ટ ભારત-ભૂટાન ઊર્જા ભાગીદારીમાં એક નવો સીમાચિહ્નરૂપ બનશે. ભારતે આ પ્રોજેક્ટ માટે નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડી છે, જે ભૂટાનના અર્થતંત્રને મજબૂત બનાવશે અને ભારતને સ્વચ્છ ઊર્જા પૂરી પાડશે.
પીએમ મોદીએ કહ્યું, "હું ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક, મહામહિમ ચોથા રાજા અને પ્રધાનમંત્રી ત્શેરિંગ ટોબગેને મળવા માટે આતુર છું. મને વિશ્વાસ છે કે મારી મુલાકાત આપણી મિત્રતાના બંધનને વધુ ગાઢ બનાવશે અને સહિયારી પ્રગતિ અને સમૃદ્ધિ તરફના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે."
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા, પીએમ મોદીએ લખ્યું, "ભૂતાન માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ. આ મુલાકાત ભૂટાન ચોથા રાજાના 70મા જન્મદિવસની ઉજવણી સાથે સુસંગત છે. હું ભૂટાનના રાજા, મહામહિમ ચોથા રાજા અને પ્રધાનમંત્રી ત્શેરિંગ ટોબગે સાથે વાતચીત કરીશ. પુનત્સાંગચુ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે આપણી ઉર્જા ભાગીદારીને વેગ આપશે. આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર કરશે."
