Skip to main content
Settings Settings for Dark

PM મોદી સાથે યોગ દિવસમાં જોડાવા માટે 6 લાખ સંસ્થાઓનું ‘યોગ સંગમ’ પર રજીસ્ટ્રેશન

Live TV

X
  • 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026ની તૈયારીઓને એક નવો વેગ મળ્યો છે. આયુષ મંત્રાલયે જાહેરાત કરી છે કે ‘યોગ સંગમ’ પોર્ટલ પર નોંધણી કરાવનારી સંસ્થાઓનો આંકડો 6 લાખને પાર થઈ ગયો છે, જે સમગ્ર દેશમાં યોગ પ્રત્યેના વ્યાપક ઉત્સાહને દર્શાવે છે.

    12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026ની તૈયારીઓને એક નવો વેગ મળ્યો છે. આયુષ મંત્રાલયે જાહેરાત કરી છે કે ‘યોગ સંગમ’ પોર્ટલ પર નોંધણી કરાવનારી સંસ્થાઓનો આંકડો 6 લાખને પાર થઈ ગયો છે, જે સમગ્ર દેશમાં યોગ પ્રત્યેના વ્યાપક ઉત્સાહને દર્શાવે છે.

    કોમન યોગ પ્રોટોકોલ હેઠળ દેશભરમાં એકસાથે યોગ સત્રો
    આયુષ મંત્રાલયની અખબારી યાદી મુજબ, આ સિદ્ધિ ‘યોગ સંગમ’ પહેલની સફળતા દર્શાવે છે. આ અંતર્ગત દેશભરની સંસ્થાઓ કોમન યોગ પ્રોટોકોલ (CYP) ના આધારે એક જ સમયે એકસાથે યોગ સત્રોનું આયોજન કરશે અને ૨૧ જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ વૈશ્વિક ઉત્સવની ઉજવણીમાં જોડાશે. મંત્રાલયે આને દેશભરની સંસ્થાઓ અને સમુદાયોમાં જોવા મળતો ‘અભૂતપૂર્વ ઉત્સાહ’ ગણાવ્યો છે.

    2 લાખ શૈક્ષણિક સંસ્થાઓ અને 3.22 લાખ સરકારી કચેરીઓ જોડાશે
    આ ડિજિટલ અભિયાન હવે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 778 જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર:

    સરકારી સંસ્થાઓ: 3.22 લાખથી વધુ

    શૈક્ષણિક સંસ્થાઓ: અંદાજે 2 લાખ

    ખાનગી સંસ્થાઓ: 16,000થી વધુ

    એનજીઓ (NGOs): 5,000થી વધુ

    અન્ય સંસ્થાઓ: આશરે 44,000

    પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન મોખરે
    રાજ્યોની વાત કરીએ તો, પશ્ચિમ બંગાળ 2.76 લાખથી વધુ નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે રાજસ્થાન આશરે 1.50 લાખ નોંધણી સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, અસમ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને છત્તીસગઢમાંથી પણ મોટા પાયે સંસ્થાઓ જોડાઈ છે.

    આ વર્ષની થીમ: “Yoga for Healthy Ageing”
    વર્ષ ૨૦૨૬ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) રાખવામાં આવી છે. આ થીમ તમામ પેઢીઓના લોકો માટે યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને સંતોષકારક જીવન જીવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

    મંત્રાલયે ઉમેર્યું કે, ‘યોગ સંગમ’ પોર્ટલ પર વધી રહેલી ભાગીદારી વાસ્તવિક અર્થમાં ‘જન ભાગીદારી’ની ભાવના અને યોગને એક વૈશ્વિક આંદોલનમાંથી સમુદાય સંચાલિત ઉત્સવ બનાવવાની ભારતની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply