PM મોદી 'સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનર' ફ્રાન્સના પ્રવાસે, G-7 સમિટમાં હાજરી આપશે
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીકેન્ડમાં ફ્રાન્સના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ દ્વિપક્ષીય વાર્તાલાપ ઉપરાંત ફ્રાન્સના એવિયાન (Evian) ખાતે યોજાનારી G7 લીડર્સ સમિટમાં પણ ભાગ લેશે. વર્ષ ૨૦૧૪ પછી વડાપ્રધાન મોદીની આ ૭મી સત્તાવાર ફ્રાન્સ મુલાકાત છે, જે ફેબ્રુઆરીમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોને “સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ” નો દરજ્જો આપ્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીકેન્ડમાં ફ્રાન્સના મહત્વપૂર્ણ પ્રવાસે રવાના થઈ રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ દ્વિપક્ષીય વાર્તાલાપ ઉપરાંત ફ્રાન્સના એવિયાન (Evian) ખાતે યોજાનારી G7 લીડર્સ સમિટમાં પણ ભાગ લેશે. વર્ષ 2014 પછી વડાપ્રધાન મોદીની આ 7મી સત્તાવાર ફ્રાન્સ મુલાકાત છે, જે ફેબ્રુઆરીમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોને “સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ” નો દરજ્જો આપ્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે.
વડાપ્રધાન મોદી 13 અને 14 જૂને નીસ (Nice) માં, 16 અને 17 જૂને એવિયાનમાં G7 સમિટમાં અને 17 તથા 18 જૂને પેરિસમાં હાજરી આપશે.
ટેકનોલોજી અને ઈનોવેશન: આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ
આ દ્વિપક્ષીય મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને ફ્રાન્સ વચ્ચે ટેકનોલોજી અને ઈનોવેશનના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો છે.
-
'ભારત ઈનોવેટ્સ' (Bharat Innovates): નીસમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન સંયુક્ત રીતે આ ખાસ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 'ભારત-ફ્રાન્સ ઈનોવેશન વર્ષ' અંતર્ગત યોજાનારા આ ઇવેન્ટમાં ભારતની ૧૨૦થી વધુ અગ્રણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ તેમજ વૈશ્વિક બિઝનેસ લીડર્સ ભાગ લેશે.
-
વિવાટેક સમિટ (VivaTech Summit): 18 જૂને પેરિસમાં યોજાનારી યુરોપની સૌથી મોટી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટમાં પીએમ મોદી હાજરી આપશે. આ વર્ષે વિવાટેક સમિટમાં 'ઇન્ડિયન પેવેલિયન' સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
G7 સમિટ: વૈશ્વિક કટોકટી અને ભારતીય હિતોની રજૂઆત
પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) ના સંઘર્ષના કારણે વૈશ્વિક ઉર્જા કટોકટી સર્જાઈ છે. તાજેતરમાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં જહાજો પર થયેલા હુમલામાં ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે.
-
આ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના હોવાથી, ભારત પોતાની આર્થિક અને સુરક્ષા વિષયક ચિંતાઓ વૈશ્વિક મંચ પર મજબૂતાઈથી રજૂ કરશે.
-
ફ્રાન્સ અને યુરોપ પણ એ વાતથી સહમત છે કે આ યુદ્ધ લાંબુ ચાલે તે કોઈના હિતમાં નથી.
-
ઉલ્લેખનીય છે કે ભારત આ સમિટમાં 13મી વખત અને વડાપ્રધાન મોદી સતત 7મી વખત ભાગ લઈ રહ્યા છે, જે દર્શાવે છે કે ફ્રાન્સ ભારતને 'ગ્લોબલ સાઉથ' (વિકાસશીલ દેશો) ના એક મજબૂત અવાજ તરીકે જુએ છે.
'વ્યૂહાત્મક વિશ્વાસ' (Strategic Trust) નો સુવર્ણ ઈતિહાસ
ભારત અને ફ્રાન્સના સંબંધો માત્ર ડિપ્લોમેસી પર નહીં, પરંતુ અતુટ રાજકીય વિશ્વાસ પર ટકેલા છે. ઇતિહાસ તેના કેટલાક મહત્ત્વના ઉદાહરણો પૂરા પાડે છે:
-
1976 (ઇમરજન્સીનો ગાળો): જ્યારે ભારત વૈશ્વિક સ્તરે કટોકટીના કારણે ટીકાઓનો સામનો કરી રહ્યું હતું, ત્યારે તત્કાલીન ફ્રેન્ચ પીએમ જેક્સ શિરાક ભારતના પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ બન્યા હતા.
-
1998 (પોખરણ પરમાણુ પરીક્ષણ): ભારતે જ્યારે અણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ પ્રતિબંધો લાદ્યા હતા, પરંતુ ફ્રાન્સે ભારતનો સાથ છોડ્યો નહોતો.
-
ડિસેમ્બર 2023ની એ ઘટના: જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રજાસત્તાક દિવસ 2024ના આમંત્રણનો છેલ્લી ઘડીએ અસ્વીકાર કર્યો, ત્યારે ભારતે રાષ્ટ્રપતિ મેક્રોનનો સંપર્ક કર્યો. પોતે 'સેકન્ડ ચોઈસ' હોવા છતાં, મેક્રોને કોઈ પણ હિચકિચાટ વગર ભારતનું આમંત્રણ સ્વીકારીને સાચી દોસ્તી નિભાવી હતી. બદલામાં, પીએમ મોદીએ 2025માં ફ્રાન્સની એઆઈ (AI) સમિટમાં મુખ્ય હાજરી આપીને આ ઋણ ચૂકવ્યું હતું.
સંરક્ષણથી લઈને સ્પેસ સુધી: વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ભાગીદારી
ક્ષેત્ર સહયોગ અને મુખ્ય પ્રોજેક્ટ્સ સંરક્ષણ (Defence) રાફેલ ફાઇટર જેટ્સ, સ્કોર્પિન સબમરીન અને શક્તિ હેલિકોપ્ટર એન્જિન જેવા પ્રોજેક્ટ્સ સાથે બંને દેશોની સેનાઓ અત્યંત નજીકથી કામ કરી રહી છે. અંતરિક્ષ (Space) ISRO અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી CNES વચ્ચે 60 વર્ષ જૂનો સંબંધ છે. 'મેઘા-ટ્રોપિક્સ', 'સરલ' (SARAL) સેટેલાઇટ્સ અને ભારતના માનવ મિશન 'ગગનયાન' માં ફ્રાન્સ સહયોગી છે. હવે તેઓ 'TRISHNA' સેટેલાઇટ મિશન પર કામ કરી રહ્યા છે. પરમાણુ ઉર્જા (Nuclear) ભારતમાં 'શાંતિ' (SHANTI) એક્ટ પસાર થયા બાદ સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMRs) ક્ષેત્રે બંને દેશો વચ્ચે ૨૦૨૫ માં થયેલી સમજૂતી મુજબ મોટો સહયોગ આકાર લઈ રહ્યો છે. "કોઈ પણ વ્યક્તિ પોતાનો મોબાઈલ ફોન અજાણી કે અવિશ્વાસુ વ્યક્તિના હાથમાં નથી આપતી. હાઈ-ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રની ભાગીદારી પણ કંઈક આવી જ છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો ટેકનોલોજીકલ સમન્વય એ વાતની સાબિતી છે કે બંને દેશોની સરકારો અને નેતાઓ વચ્ચે સર્વોચ્ચ સ્તરનો પરસ્પર વિશ્વાસ છે."
-
