PM Modi આજે ઓડિશાની મુલાકાતે છે, રાજ્ય સરકારની મુખ્ય યોજના સુભદ્રાનું કરશે લોકાર્પણ
Live TV
-
13 લાખ લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો જાહેર કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના પ્રવાસે છે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ રાજધાની ભુવનેશ્વરમાં 3800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક્સ હેન્ડલ પર વડાપ્રધાનનો કાર્યક્રમ શેર કર્યો છે.
ઓડિશા સરકારની મુખ્ય યોજના 'સુભદ્રા' લોન્ચ કરશે
PM Modi ભુવનેશ્વરમાં ઓડિશા સરકારની મુખ્ય યોજના 'સુભદ્રા' લોન્ચ કરશે. આ સૌથી મોટી એકલ મહિલા-કેન્દ્રિત યોજના છે અને એક કરોડથી વધુ મહિલાઓને આવરી લેવાની અપેક્ષા છે. આ યોજના હેઠળ 21-60 વર્ષની વયના તમામ પાત્ર લાભાર્થીઓને 2024-25 થી 2028-29 વચ્ચેના પાંચ વર્ષના સમયગાળામાં રૂ. 50,000 પ્રાપ્ત થશે. દર વર્ષે રૂ. 10,000 ની રકમ બે સમાન હપ્તામાં લાભાર્થીના આધાર-સક્ષમ અને DBT-સક્ષમ બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ ઐતિહાસિક અવસર પર PM Modi 10 લાખથી વધુ મહિલાઓના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની શરૂઆત કરશે.
13 લાખ લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો જાહેર કરશે
PM Modi ભુવનેશ્વરમાં રૂ. 2800 કરોડથી વધુના ખર્ચની રેલ્વે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ રેલ પ્રોજેક્ટ્સ ઓડિશામાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે અને પ્રદેશમાં વિકાસ અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે. તેઓ રૂ. 1000 કરોડથી વધુના ખર્ચના નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. PM Modi એ PMAY-G હેઠળ 14 રાજ્યોના આશરે 13 લાખ લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો જાહેર કરશે.
26 લાખ લાભાર્થીઓ માટે હાઉસ વોર્મિંગ સેરેમનીનું આયોજન
આ કાર્યક્રમ દરમિયાન દેશભરમાં PMAY ના 26 લાખ લાભાર્થીઓ માટે હાઉસ વોર્મિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી તેમના ઘરની ચાવી PMAY લાભાર્થીઓને સોંપશે. તે PMAY-G માટે વધારાના ઘરનો સર્વે કરવા માટે Awaas+ 2024 એપ પણ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન 2.0 માટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ લોન્ચ કરવામાં આવશે.
