PM Modi એ આંધ્રપ્રદેશને 2 લાખ કરોડ રૂપિયાના વિકાસ કામોની આપશે ભેટ અને વિશાખાપટ્ટનમમાં જનસભાને કરશે સંબોધન
Live TV
-
ઓડિશામાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે
આજરોજથી PM Modi એ આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસની મુલાકાતે જશે. આંધ્રપ્રદેશને કરોડોની કિંમતની ભેટ આપશે. PM Modi એ કહ્યું કે તેઓ વિશાખાપટ્ટનમમાં ગ્રીન એનર્જી સંબંધિત મોટા કામોનું ઉદ્ઘાટન કરવા ઉત્સુક છે. PM Modi એ 8 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આંધ્રપ્રદેશ બાદ PM Modi એ ઓડિશા જશે. તેઓ 9 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) કોન્ફરન્સનું પણ ઉદ્ઘાટન કરશે.
20 GW ને નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં રોકાણનો સમાવેશ થશે
PM Modi એ ગ્રીન એનર્જી અને ટકાઉ ભવિષ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે અત્યાધુનિક NTPC ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટનો પ્રથમ શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટમાં અંદાજે 1,85,000 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે. તેમાં 1,500 TPD ગ્રીન હાઇડ્રોજન અને 7,500 TPD ગ્રીન હાઇડ્રોજન બાય-પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે તેને ભારતની સૌથી મોટી સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાઓમાંની એક બનાવતા 20 GW ને નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં રોકાણનો સમાવેશ થશે.
500 ગીગાવોટના લક્ષ્યને હાંસલ કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે
આ પ્રોજેક્ટ 2030 સુધીમાં ભારતના બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના 500 ગીગાવોટના લક્ષ્યને હાંસલ કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે. PM Modi ને રાષ્ટ્રને સમર્પિત કરશે અને આંધ્રપ્રદેશમાં રૂ. 19,500 કરોડથી વધુના ખર્ચની વિવિધ રેલ્વે અને માર્ગ યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ વિશાખાપટ્ટનમમાં સાઉથ કોસ્ટ રેલ્વે હેડક્વાર્ટરનો શિલાન્યાસ સહિત અન્ય ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. PM Modi એ સુલભ અને સસ્તું આરોગ્યસંભાળના તેમના વિઝનને આગળ વધારતા, અનાકાપલ્લે જિલ્લાના નક્કાપલ્લી ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે.
ઓડિશામાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે
PM Modi એ આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં ચેન્નાઈ બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ કૃષ્ણપટ્ટનમ ઈન્ડસ્ટ્રીયલ એરિયા (KRIS સિટી) નો શિલાન્યાસ પણ કરશે. કૃષ્ણપટ્ટનમ ઇન્ડસ્ટ્રિયલ એરિયા (KRIS સિટી), નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળનો મુખ્ય પ્રોજેક્ટ છે. જેની કલ્પના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજે રૂ. 10,500 કરોડનું નોંધપાત્ર ઉત્પાદન રોકાણ આકર્ષે તેવી અપેક્ષા છે અને અંદાજે એક લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. PM Modi એ ઓડિશામાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે.
કોન્ફરન્સની થીમ "વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન" છે
પ્રવાસી ભારતીય દિવસ (PBD) કોન્ફરન્સ એ ભારત સરકારની મુખ્ય ઇવેન્ટ છે, જે વિદેશી ભારતીયો સાથે જોડાવા અને તેમને એકબીજા સાથે વાર્તાલાપ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઓડિશા સરકારની ભાગીદારીમાં 8 થી 10 જાન્યુઆરી, 2025 દરમિયાન ભુવનેશ્વરમાં 18 મી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રવાસી ભારતીય દિવસ કોન્ફરન્સની થીમ "વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન" છે. PBD કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 50 થી વધુ વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં NRIs એ નોંધણી કરાવી છે.
