Skip to main content
Settings Settings for Dark

PM Modi ને મળેલી 600 થી વધારે ભેટની આજથી શરું કરવામાં આવી હરજી, જાણો કેટલી રહેશે કિંમત

Live TV

X
  • આ ભેટ pmmementos.gov.in પર જઈને ખરીદી શકાય છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને 600 થી વધુ ભેટ મળી છે. તો આ સંપૂર્ણ ભેટની હરાજી કરવામાં આવશે. અને આ તમામ ભેટની હરાજી આજરોજથી શરું થઈ રહી છે. તો આ હરાજી 2 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ અને ચાંદીની વીણા સુધી, તેઓ PM Modi ને મળેલી ભેટ અને સ્મૃતિચિહ્નોમાં સામેલ છે. જેની હરાજી કરવામાં આવી રહી છે. 

    કિંમત લઘુત્તમ રૂ. 600 થી મહત્તમ રૂ. 8.26 લાખ સુધીની હોય છે

    સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે જણાવ્યું હતું કે હરાજી માટે મૂકવામાં આવનારી આ વસ્તુઓની કુલ મૂળ કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હશે. સાંસ્કૃતિક મંત્રી દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં પ્રધાનમંત્રી દ્વારા મળેલા સ્મૃતિચિહ્નો દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ભેટની હરાજી માટેની મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને કિંમત લઘુત્તમ રૂ. 600 થી મહત્તમ રૂ. 8.26 લાખ સુધીની હોય છે. 

    આ ભેટ pmmementos.gov.in પર જઈને ખરીદી શકાય છે

    સાંસ્કૃતિક મંત્રીએ વધુમાં જણાવ્યું કે, PM Modi ને મળેલી ભેટ હરાજી દ્વારા લોકોને પરત આપવામાં આવે છે અને હરાજીમાંથી મળેલા નાણાંનો ઉપયોગ ગંગાની સફાઈ માટે કરવામાં આવે છે, છઠ્ઠી વખત અને તેના દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ રાષ્ટ્રીય ગંગા ફંડમાં દાન કરવામાં આવશે. આ વખતે PM Modi  દ્વારા છેલ્લા એક વર્ષમાં ભેટ તરીકે મળેલી લગભગ 600 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. આ ભેટ pmmementos.gov.in પર જઈને ખરીદી શકાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply