PM Modi UAE Visit: અબુ ધાબીમાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદે કર્યું ભવ્ય સ્વાગત અને ભારતીય અર્થતંત્રમાં યુએઈનું મોટું રોકાણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ તેમની પાંચ દેશોની વિદેશ મુલાકાતના પ્રથમ તબક્કે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. પીએમ મોદીનું વિમાન જ્યારે યુએઈના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું, ત્યારે યુએઈના F-16 ફાઇટર જેટ્સ દ્વારા તેને ખાસ એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. અબુ ધાબીમાં ઉતરાણ કર્યા બાદ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સંયુક્ત આરબ અમીરાત તરફથી 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઉષ્માભર્યા સ્વાગત અને વિશેષ સન્માન બદલ યુએઈના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે "અબુ ધાબી એરપોર્ટ પર મારું વિશેષ સ્વાગત કરવા બદલ હું મારા ભાઈ અને યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો આભાર માનું છું. ઊર્જા, રોકાણ, સપ્લાય ચેઈન અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં ભારત-યુએઈ સંબંધોને આગળ વધારવા માટે હું અમારી ચર્ચાઓ માટે આતુર છું," તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં યુએઈ તરફથી ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં અબજો ડોલરના રોકાણ (Investment) કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે ભારતીય બજાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ રોકાણ અંતર્ગત મુખ્ય ત્રણ મોટી સમજૂતીઓ કરવામાં આવી છે:
-
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે $1 બિલિયનનું રોકાણ: યુએઈની અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) અને ભારતનું નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) સંયુક્ત રીતે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ૧ બિલિયન યુએસ ડોલર (અંદાજે ₹8300 કરોડથી વધુ) સુધીના રોકાણની તકો.
-
બેન્કિંગ સેક્ટરમાં મોટો પ્રોજેક્ટ ($3 બિલિયન): એમિરેટ્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (ENBD) દ્વારા ભારતની ખાનગી ક્ષેત્રની પ્રખ્યાત 'આરબીએલ બેંક' (RBL BANK) માં ૩ બિલિયન યુએસ ડોલરનું જંગી રોકાણ કરવામાં આવશે. આ રોકાણથી ભારતીય બેન્કિંગ ક્ષેત્રની ક્ષમતામાં મોટો વધારો થશે.
-
ફાઇનાન્સ સેક્ટરમાં $1 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ: યુએઈની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) દ્વારા ભારતની 'સન્માન કેપિટલ' (Sammaan Capital) માં 1 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
-
