Skip to main content
Settings Settings for Dark

RE INVEST-2024:બીજો દિવસ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સેશન યોજાયું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી RE સમિટના બીજા દિવસે આયોજિત ગુજરાત સેશનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, ગ્લોબલ ડેસ્ટિનેશન અને ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રે પણ લીડ લઈ રહ્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે

    RE INVEST-2024: બીજો દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં "ગુજરાત સેશન" યોજાયું

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી RE સમિટના બીજા દિવસે આયોજિત ગુજરાત સેશનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, ગ્લોબલ ડેસ્ટિનેશન અને ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રે પણ લીડ લઈ રહ્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં 54 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીનો છે. મુખ્યમંત્રી ત્રિ-દિવસીય RE સમિટના સ્ટેટ સેશન અંતર્ગત ‘એનર્જી ટ્રાન્ઝીશન ટોવર્ડ્સ 100 ગીગાવૉટ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાત’માં સહભાગી થયા હતા.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ‘મિશન 100 ગીગાવૉટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાત’નું લૉન્ચીંગ તથા ‘ગુજરાત એનર્જી વિઝન 2047’ના વિમોચન કર્યા હતા.આ ઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કુલ ચાર MoU સાઈન કરવામાં આવ્યા હતા. જેમાં PGCIL અને ગુજરાત સરકાર  વચ્ચે રૂ. 5 હજાર કરોડ, GSEC અને GUVNL વચ્ચે રૂ. 59 હજાર કરોડ, અવાડા એનર્જી અને GPCL વચ્ચે રૂ. 85 હજાર કરોડ તેમજ જુનીપર ગ્રીન એનર્જી અને GEDA વચ્ચે રૂ. 30 હજાર કરોડના MoU સાઈન થયા છે.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઉર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. દેશનો પહેલો સોલાર પાર્ક તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ચારણકામાં શરૂ થયો હતો તથા હવે ગુજરાત દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું પણ ગૌરવ ધરાવે છે.તેમણે કચ્છના 37 ગીગાવૉટના હાઇબ્રિડ એનર્જી પાર્ક, 4 સેમિકંડક્ટર પ્લાન્ટ તથા ગુજરાતની સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી પોલિસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલિસીનો ઉલ્લેખ કરતાં RE સમિટના હિતધારકોને તેનો અભ્યાસ કરવા અને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર ગુજરાતને સોલાર પેનલ તથા વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં અગ્રિમ રાખવાના ધ્યેય સાથે આપણે આગળ વધ્યા છીએ. રિન્યુએબલ એનર્જી દ્વારા એનર્જી સિક્યુરિટી, ક્લીન એનર્જી અને નેટ ઝીરો - આ ત્રણેય લક્ષ્ય સિદ્ધ કરવા સાથે રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે આ સમિટ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.

    ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, ભારત તમામ ક્ષેત્રોમાં રિન્યુએબલ એનર્જીને અપનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવા ટ્રાન્ઝિશન સમયમાં RE-INVEST 2024ની યજમાની કરવી એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. ગુજરાત અત્યારે રૂફટોપ સોલાર સિસ્ટમની સ્થાપના માટે તેમજ પવન ઊર્જા ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ છે. જ્યારે, સોલાર ઊર્જા ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં દ્વિતીય ક્રમે છે.

    ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જાના મંત્રી પ્રલ્હાદ જોશી, ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ નોર્વેના ક્લાઈમેટ એન્ડ એન્વાયરમેન્ટના પૂર્વ મંત્રી એરિક સોલ્હીમ, મુખ્ય સચિવ  રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા આ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply