Skip to main content
Settings Settings for Dark

RG કર દુષ્કર્મ અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટે આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યા

Live TV

X
  • કોલકાતાની આરજી કર દુષ્કર્મ અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપી સંજય રૉયને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સોમવારે સજા સંભળાવવામાં આવશે. મહત્વનું છે કે ગત 11 નવેમ્બરે કેસ શરૂ થયાના 68 દિવસ બાદ આ નિર્ણય આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના 9  ઑગષ્ટ 2024ના રોજ બની હતી. તેનો મૃતદેહ કોલેજના સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો.

    કોલકાતા પોલીસે આ મામલે સંજય રૉયની ધરપકડ કરી હતી. સીબીઆઇએ પણ દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સંજય રૉયને એક માત્ર મુખ્ય આરોપી બનાવ્યો હતો. તપાસ એજન્સીએ પુરાવા સાથે છેડછાડના આરોપમાં મેડિકલ કોલેજના સંદીપ ઘોષની પણ ધરપકડ કરી હતી, જો કે હાલમાં જ તેઓને સ્પેશિયલ કોર્ટ દ્વારા જામીન અપાયા હતા. 

    આ નિર્ણય ઘટનાના 162  દિવસ પછી આવ્યો છે. શનિવારે ન્યાયાધીશ અનિર્બાન દાસે સંજય રોયને દોષિત ઠેરવ્યા. સજાની જાહેરાત સોમવારે કરવામાં આવશે. 20 સપ્ટેમ્બરના રોજ, સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ જુનિયર ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યું. 7 ઓક્ટોબરના રોજ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી અને સંજય રોયને મુખ્ય આરોપી બનાવ્યા. હવે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply