UGC NET 2026 અંગે NTAનો મોટો નિર્ણય
Live TV
-
UGC NET 2026 ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે એક બહુ મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા અંગ્રેજી, વાણિજ્ય (કોમર્સ) અને સમાજશાસ્ત્ર એમ કુલ 3 વિષયોની પરીક્ષા ફરીથી લેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય પાછળનું કારણ એ છે કે આ ત્રણેય પેપર અંગે NTA ને ઘણી ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને NTA એ એક તપાસ સમિતિની રચના કરી હતી. આ કમિટીની તપાસમાં જાણવા મળ્યું કે આ 3 વિષયોના પેપરમાં તથ્યો, ટાઇપિંગ અને અનુવાદ (ભાષાંતર) ને લગતી અસંખ્ય ભૂલો હતી. આ રિપોર્ટના આધારે જ NTA એ આ ત્રણેય વિષયોની પુનઃપરીક્ષા (ફરીથી પરીક્ષા) લેવાનું નક્કી કર્યું છે.
