UPમાં 11 બેઠકોની પેટાચૂંટણી પહેલા જ સપા-બસપાનું ગઠબંધન તૂટ્યું
Live TV
-
ઉત્તરપ્રદેશમાં 11 બેઠકો પર યોજાનાર પેટા ચૂંટણી પહેલા તુટ્યું સપા-બસપા વચ્ચેનું ગઢબંધન--માયાવતિએ જણાવ્યું કે અખિલેશનો સાથ યાદવોએ જ છોડ્યો -- અખિલેશ યાદવે કહ્યું સપા એકલી જ ચૂંટણી લડવા તૈયાર- ભાજપે કહ્યું મિલાવટી ગઢબંધનનો આજ હતું પરિણામ
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ લોકસભાની ચૂંટણીમાં થયેલી હારનું કારણ સમાજવાદી પાર્ટી ગણાવ્યું હતું અને અખિલેશ યાદવના નેતૃત્વ સામે સવાલો કર્યા હતા. માયાવતીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સપા સાથે ગઠબંધનને લઈને લોકસભાની ચૂંટણીમાં સપા તરફથી કોઈ ફાયદો થયો નથી.
માયાવતીએ ઉમેર્યુ કે, જો તેમને લાગશે કે, સપા પ્રમુખ તેમના રાજકીય કાર્યો કરવાની સાથે સાથે સપાના કાર્યકરોને નિષ્ઠાવાન બનાવવામાં સફળ થશે તો બંને પક્ષો આગળ પણ સાથે મળીને ચાલીશે.
