અમદાવાદમાં NIDનું 39મું કોન્વોકેશન યોજાયું
Live TV
-
બેચલર ઓફ ડિઝાઇનના 107 વિદ્યાર્થીઓ, 263 માસ્ટર ઓફ ડીઝાઇન અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં પ્રોગ્રામ ઇન ડિઝાઇન સહિત કુલ 371 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
અમદાવાદમાં પાલડી ખાતે આવેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનમાં એટલે કે NIDના 39માં કોન્વોકેશનનું ગઇકાલે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ વર્ષે બેચલર ઓફ ડિઝાઇનના 107 વિદ્યાર્થીઓ, 263 માસ્ટર ઓફ ડીઝાઇન અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં પ્રોગ્રામ ઇન ડિઝાઇન સહિત કુલ 371 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 39માં કોન્વોકેશનમાં NIDના ડિરેકટર વિજયસિંહ કટિયાર તેમજ હાવર્ડ યુનિવર્સીટીના જાણીતા આર્કિટેકટ રાહુલ મેહરોત્રાએ પદવી એનાયત કરતાં જણાવ્યું હતું કે હવેનો સમય ડિઝાઇન સાથે દેશ માટે કૌશલ્ય બતાવવનો છે. જેના થકી ગ્રામીણ ક્ષેત્રે વધુમાં વધુ કામગીરી કરી શકાય.
