Skip to main content
Settings Settings for Dark

અમરેલી: તાઉ-તે વાવાઝોડાના કારણે પડી ગયેલા વૃક્ષો પર વસવાટ કરતા અનેક પોપટોને પોલીસ દ્વારા બચાવી લેવાયા

Live TV

X
  • રાજ્યમાં સોમવાર સાંજથી તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું હતું. ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા પૈકીનો એક જિલ્લો અમરેલી છે. ત્યારે આ વાવાઝોડા દરમિયાન અમરેલીમાં પક્ષીઓને પણ હાલાકી પડી હતી. અમરેલી શહેરના સરદાર સર્કલ આસપાસના વિસ્તારમાં વડ, લિંબડો, પીપળો સહિતના વિવિધ વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પોપટનો વસવાટ હતો. આ તાઉ-તે વાવાઝોડાના કારણે રાત્રિના સમયે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે વૃક્ષો પડી જતાં તેની ઉપર વસવાટ કરતાં હજારો પોપટ નીચે પડીને મૃત્યુ પામ્યા હતા. આ વાવાઝોડાના કારણે પોપટો ચિચિયારી બોલાવતા હતા. જેના કારણે અમરેલી જિલ્લાના પોલીસ જવાનો દ્વારા આવા નિરાધાર બનેલા 400 થી 500 પોપટને બચાવવી લેવામાં આવ્યા છે. પોલીસ જવાનો દ્વારા આ પોપટોને બોક્સ કેરેટ લઈને તેની સારવાર કરાઈ હતી. તેમજ આ પોપટોને દાણા, મરચાં સહિતનું ખાવાનું પૂરું પાડવામાં આવ્યું હતું. બાદમાં સવારે પોપટોને મુક્ત કરાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply