આજના દિવસને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
Live TV
-
આજના દિવસને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.
આજના દિવસને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.
