આજે ક્રાંતિકારી બાળ ગંગાધર ટિળકની જન્મજયંતિ
Live TV
-
સોશિયલ મિડિયા ટ્વીટર પર બાળ ગંગાધરને કરાઈ રહ્યા છે યાદ
ભારતીય ક્રાંતિકારી અને ચળવળના પ્રણેતા અને ભગતસિંઘ જેટલા કેટલાયે કર્મવીરોને ઊભા કરનાર પ્રખર વિદ્વાન એવા બાળ ગંગાધર ટિળકની આજે જન્મજયંતિ છે. ત્યારે રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરતા લખ્યુ છે બાળ ગંગાધર ટિળકે પોતાનું જીવન દેશને સમર્પિત કરી યુવાઓ માટે એક આદર્શ ઉદાહરણ બન્યા છે..બાળ ગંગાધરનું એ વાક્ય પણ તેમણે પોસ્ટ કર્યુ છે જેમાં બાળ ગંગાધર કહેતા હતા કે મહાન ઉપલબ્ધિઓ ક્યારેય સરળતાથી નથી મળતી..અને જે સરળતાથી મળે છે તે મહાન ઉપલબ્ધિઓ નથી કહેવાતી..
લોકમાન્ય ટિળકનું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં
ઇ.સ. ૧૮૮૦માં ટિળક ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)માં જોડાયા. તેમણે કોંગ્રેસના નરમ વલણની ટીકા કરી, ખાસ કરીને સ્વરાજ્યની માંગણી તરફના નરમી વલણની. ૧૮૯૧માં ટિળકે સહેમતીની આયુના કાયદાનો વિરોધ કર્યો જેમાં સ્ત્રીઓની વિવાહની નિમ્ન આયુને ૧૦ થી વધારીએને ૧૨ વર્ષ કરવામાં આવી હતી. મહાસભાએ આ કાયદાનું સ્વાગત કર્યું પણ, ટિળકે આને હિંદુ સંસ્કૃતિના નિજી મામલામાં હસ્તક્ષેપ ગણાવી. જોકે તેઓ જાતે બાલ વિવાહના વિરોધી હતાં અને તેમણે પોતાની બાલિકાને પણ ૧૬ વર્ષે પરણાવી હતી.
૩૦ એપ્રિલ ૧૯૩૦ના દિવસે કલકત્તાના ચીફ પ્રેસીડેંસી મેજીસ્ટ્રેટ ડગ્લસ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે બે બંગાળી યુવક પ્રફુલ્લ ચંદ્ર ચાકી અને ખુદ્દીરામ બોઝ એ મુઝફ્ફરપુરમાં એક ગાડી પર બોમ્બ ફેંક્યો. આમ કરતાં ભૂલ થઇ અને એક પ્રવાસી મહિલા મૃત્યુ પામી. પકડાઇ જતાં ચાકી એ આત્મઘાત કર્યો અને બોઝને ફાંસીની સજા અપાઇ.ટિળકે તેમના છાપાંમાં ક્રાંતીકારીઓનો બચાવ કર્યો અને તત્કાલિક સ્વરાજ્યની માંગણી કરી. સરકારે તેમની ધરપકડ કરી. તેમણે યુવક મોહંમદ અલી જીન્હાને તેમનો પક્ષ લડવાની વિનંતી કરી. પણ બ્રિટિશ જજે તેમને ગુનેગાર ઠરાવ્યા અને તેમને ૧૯૦૮થી ૧૯૧૪ સુધી બર્માની માંડલેની જેલમાં કેદ ની સજા આપી.
જૂન ૧૯૧૪માં તેમની મુક્તિ પછી ટિળક નરમ પડ્યાં. જ્યારે પ્રથમ વિશ્વવિગ્રહ ફાટી નીકળ્યું ત્યારે તેઓએ બ્રિટેનના રાજાને પોતાનો ટેકાનો સંદેશ પાઠવ્યો અને તેમના લેખન દ્વારા થોડાં વધુ લોકોને સૈન્યમાં જોડાવવા પ્રયત્ન કર્યો. બ્રિટિશ સંસદ દ્વારા પારિત ઈંડિયન કાઉંસીલ્સ એક્ટ, જેને મિંટો-મોર્લીના સુધારા તરીકે ઓળખાય છેમ તેનું તેમણે સ્વાગત કર્યું. તે સંદર્ભે તેમણે લખ્યું કે ‘રાજ કરનાર અને રૈયત વચ્ચે વધેલા આત્મ વિશ્વાસની આ નિશાની છે’. તેઓ માનતા હતા કે હિંસાવાદ રાજનૈતિક ફેરફાર અને સુધારાની ગતિને તીવ્ર બનાવવાને બદલે ધીમો પાડતી હતી. તેઓ મહાસભા સાથે મન મેળાત કરવા આતુર હતાં અને તેમણે પોતાની સીધાં પગલાની નીતિને છોડીને ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રેરિત ‘બંધારણની હદમાં રહીને જ’ - વિરોધ દર્શાવવાની નીતિને અપનાવી હતી.
