આજે નાગ પાંચમની કરાશે ઉજવણી
Live TV
-
ઘરે પાણીયારે નાગદેવતાનો ફોટો લગાવી કુલેર કે તલવટ ધરાવી શ્રીફળ વધેરી કરાશે ઉજવણી
આજે નાગ પાંચમ છે. આજના દિવસે લોકો પોતાના ઘરે પાણીયારે નાગદેવતાનો ફોટો લગાવી કુલેર કે તલવટ ધરાવી શ્રીફળ વધેરે છે. અને દિવો કરી પ્રાર્થના કરે છે. જો કે કોઇના ઘરની આસપાસ કે ખેતર કે ઓફિસમાં નાગના સાચા દર્શન થાય તો ગભરાઇ જાય છે. ધાંગધ્રામાં રહેતા , હેમંતભાઇ દવે છેલ્લા ઘણા સમયથી સાપ, અજગર જેવા ઝેરી, બિનઝેર જીવજંતુને પકડી અનુકુળ વાતાવરણમાં છોડી મુકે છે. હેમંતભાઇ, ઘુડખર અભ્યારણના અધિકારીના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં કાર્ય કરે છે. અત્યાર સુધીમાં હેમંતભાઇએ 6 હજારથી વધુ , આવા રેસ્ક્યુ કરેલા છે.
