Skip to main content
Settings Settings for Dark

ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓને સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ

Live TV

X
  • MGVCL અને વન વિભાગની ટીમે સાથે મળી કબૂતરનો જીવ બચાવ્યો હતો.

    ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે પશુ પક્ષીઓને દોરીના કારણે ઇજા થતી હોય છે. તો કેટલાક પશુઓના મોત પણ થતા હોય છે. ઇજાગ્રસ્ત થતા પશુ-પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મહિસાગરના જીવદયા પ્રેમીઓ આ અભિયાનમાં જોડાઈને ઘાયલ પશુ-પક્ષીઓને રેસ્કયૂ કરી તેમની સારવાર કરવા તત્પર હોય છે. લુણાવાડા ચારકોશિયા નાકા પાસે એક કબૂતર વીજ વાયરમાં ફસાયું હતું. તેની જાણ એક સેવાભાવી વ્યક્તિએ Wild Life Rescue ની ટીમને કરતા ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. MGVCL અને વન વિભાગની ટીમે સાથે મળી કબૂતરનો જીવ બચાવ્યો હતો. આવા કોઇ પણ બનાવ માટે સંપર્ક કરી પશુ- પક્ષીનો જીવ બચાવવા ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply