કચ્છના ઘુડખર અભ્યારણ્યમાં શિબિર, 1 મહિનાની શિબિરમાં વિદ્યાર્થીઓ ઉંડાણથી શીખશે
Live TV
-
અભ્યારણ્યના બજાણા રેન્જમાં ટૂંડી ટાવર પાસે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓને રણ વિશેની માહિતી અને પશુ-પક્ષીઓ તથા ઘુડખર વિશેની માહિતીથી પરિચિત કરાવવામાં આવ્યો હતો.
કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટરનો છે ત્યાં હાલ ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ આવે છે અને આ રણમાં ઘુડખર પણ હોય છે. આ અભ્યારણમાં આ સમયે ફરવા અને પક્ષી અને ઘુડખર ને જોવા લોકો મોટી સંખ્યામાં આવે છે. ત્યારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પણ રણ વિશેની માહિતી મળી રહે અને આ વસ્તુની લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઘુડખર અભ્યારણ દ્વારા શિબિરનું આયોજન થાય છે.
એક મહિના સુધી ચાલનાર આ શિબિરમાં બાળકો માટે રહેવા તથા જમવાની સગવડ પણ કરવામાં આવે છે. શિબિરમાં બાળકોને વહેલી સવારે ટ્રેકિંગ કેમ્પ કરવાની ટ્રેનિંગ પણ અપાય છે. નિઃશુલ્ક એવી આ શિબિરમાં બાળકો સાથે શિક્ષકો પણ સામેલ થાય છે.
ઘુડખર અભયારણ્ય દ્વારા આ શિબિર યોજવાનો મુખ્ય હેતુ વન્ય જીવોનું રક્ષણ કેવી રીતે કરવું, આ રણ વિસ્તારમાં ક્યાં પક્ષી, પ્રાણી છે અને તેમનો ખોરાક શું છે, પ્રાણીઓની જાળવણી તેમજ તેમજ વૃક્ષોનું મહત્વ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનું માર્ગદર્શન ઘુડખર અભયારણ્યના અધિકારી દ્વારા બાળકોને આપવામાં આવ્યુ હતું.
