Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેરી બેટી મેરા અભિમાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેરી બેટી મેરા અભિમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેટીઓ માટે સેમિનાર અને આઠમા ધોરણની છસ્સો ઓગણસાંઇઠ વિદ્યાર્થિનીઓને સાઇકલ વિતરણ કરવામાં આવી હતી

    કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેરી બેટી મેરા અભિમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેટીઓ માટે સેમિનાર અને આઠમા ધોરણની છસ્સો ઓગણસાંઇઠ વિદ્યાર્થિનીઓને સાઇકલ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ આરોગ્ય સચિવ એસ.એસ.યાદવ સહિતના જન પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થિનીઓને પિરિયડ વિષે જાગરુકતા  અને ગર્ભ પરીક્ષણ રોકવા માટે માહિતી આપી હતી. પુત્રીઓની માતાઓને બેબી કીટ આપવામાં આવી હતી. આ સાથે બેત્તાળીસ હજાર રૂપિયાના એલ.આઈ.સી. વિમા સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યા હતા. 18 વર્ષ પછી દીકરીને શિક્ષણ અને લગ્ન માટે આ એફડીની રકમ મળશે. આ સાથે સરસ્વતી વિદ્યા યોજનામાં આઠમાં ધોરણની  છસ્સો ઓગણસાંઇઠ જેટલી વિદ્યાર્થિનીઓને સાઇકલ વિતરણ કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply