ખેડા : પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે યોજાઈ બેઠક
Live TV
-
કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બેન્કર્સ, તાલુકા વિકાસ અધિકારીઓ અને ખેતીવાડીના અધિકારીઓએ હાજરી આપી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
ખેડા જિલ્લાના કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટેની એક બેઠક જિલ્લા બેન્કર્સ ,તાલુકા વિકાસ અધિકારીઓ, અને ખેતીવાડીના અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઇ.આ બેઠકમાં બોલતા કલેક્ટર આઇ કે પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા તમામ પીએમ કિસાન લાભાર્થીઓ માટે રાહત વાળી સંસ્થાકીય ધિરાણની સાર્વત્રિક પ્રવેશની સુવિધા માટે એક ખાસ ઝુંબેશ જે શરૂ કરવામાં આવી છે..જેથી વધુને વધુ ખેડૂતો આ સુવિધાનો લાભ લે તે માટે અપીલ કરવામાં આવી..કલેક્ટરે વધુમાં જણાવ્યુ હતુ કે તમામ પીએમ કિસાન લાભાર્થીઓને રાહત વાળા સંસ્થાકીય ધિરાણનો લાભ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવા સુવિધા કરવામાં આવશે, કે સીસી હેઠળ ના કવરેજ માટે એક પાનાનું સરળ ફોર્મ વિકસિત કરવું આવ્યું છે. આ ઉપરાંત તમામ બેન્કોને ખાસ શિબિર યોજવા, ફોર્મ સ્વીકારવા અલગ વ્યવસ્થા પ્રદાન કરવા માટેની પણ જાણ કરી હતી, આ ઉપરાંત તેમને જણાવ્યું કે વ્યાજ સહાયમાં ગુજરાત સરકાર 4 ટકા અને ભારત સરકાર 3 ટકા આપનાર છે.કે સીસીના લાભનો વ્યાપ્ત પશુપાલન અને મત્સય ઉદ્યોગ ખેડૂતો સુધી વધારવામાં આવ્યો છે .જે ખેડૂતો કેસીસી ધારક છે .અને પશુપાલન અને મત્સય ઉદ્યોગ પર ઓછી કરે છે તે વધારાની મર્યાદાની મંજૂરી માટે પણ બેન્ક શાખામાં જઈ શકશે આ માટે 3 લાખ સુધી કેસીસી ની લોન માટે દસ્તાવેજી ,નિરીક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ માફ કરાયો છે...
