ગ્રામિણ સમસ્યાઓના નિરાકરણ માટે રાત્રિ સભાઓનું આયોજન
Live TV
-
સરકારી યોજનાઓની પણ અપાઈ રહી છે માહિતી
સરકારશ્રીના નવા અભિગમ રૂપે હવે ગામડાઓમાં સરકારી યોજનાઓનો ખ્યાલ આપવા માટે તેમજ ગ્રામ્ય સ્તરના પ્રશ્નોના નિરાકરણ માટે ગામડાઓમાં રાત્રી સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે હેઠળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ વીણા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ્ય મામલતદાર સહિત વિવિધ સરકારી વિભાગનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ ઘણી મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ સભામાં ગ્રામજનોને મા કાર્ડ, આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના, આવાસ યોજના, ખેત તલાવડી, સામાજિક વનીકરણ, સામૂહિક શૌચાલય જેવી વિવિધ યોજનાઓ અંગેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો.
