છોટાઉદેપુરના જિવાદોરી સમાન સુખી ડેમના તળીયા દેખાયા
Live TV
-
ઉનાળાની શરૂઆતમાં જ છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા ડેમ એવા સુખી ડેમના તળિયા દેખાવા લાગતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ સુખી જળાશય યોજના દ્વારા છોટાઉદેપુર, પાવી જેતપુર અને બોડેલી તેમજ પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા તાલુકાના 3250 હેકટરમાં સિંચાઈનું પાણી પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે ડેમ વિસ્તારમાં વરસાદ ઓછો પડતાં માત્ર 64 ટકા જ ડેમ ભરાયો હતો. રવિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડતા ઉનાળાની શરૂઆતમાં જ ડેમ ખાલીખમ થઈ ગયો છે. હાલ ડેમમાં પાણીનું લેવલ ફક્ત 137.5 મીટર જ છે એટલે કે 12 ટકા જેટલું જ પાણી બચ્યું છે. જેને લઈને વિસ્તારના ખેડૂતો ઉનાળુ પાક નહીં લઈ શકે. કેટલાક ખેડૂતોને તો ઉભો રવિ પાક સૂકાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
