જૂનાગઢના વંથલી વિસ્તારમાં બાગાયતી પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું
Live TV
-
જૂનાગઢના વંથલી વિસ્તારમાં બાગાયતી પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં કેરી, ચીકુ તેમજ રાવણા જાંબુ પ્રમુખ છે. રાવણા જાંબુની વાત કરીએ તો સ્વાદમાં સ્વાદિષ્ટ અને ઔષધીય ગુણ ધરાવે છે.
જૂનાગઢના વંથલી વિસ્તારમાં બાગાયતી પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં કેરી, ચીકુ તેમજ રાવણા જાંબુ પ્રમુખ છે. રાવણા જાંબુની વાત કરીએ તો સ્વાદમાં સ્વાદિષ્ટ અને ઔષધીય ગુણ ધરાવે છે. ઉપરાંત રાવણા જાંબુ અન્ય બાગાયત પાકો સાથે સરળતાથી ઉછરતા હોય છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે પાક ઓછો થયો છે. પણ રાવણા જાંબુની માંગ ઓછી થઈ નથી. માટે જ વંથલી ખાતે રાવણા જાંબુની હરાજી માટે દિલ્હી સહિત દેશભરના વેપારીઓ અહીં ખરીદી માટે આવી પહોંચે છે. ગુણવત્તા પ્રમાણે રાવણા જાંબુના ભાવ મળતા હોય છે. વંથલી ઉપરાંત વલસાડ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ ફળનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.
