ડાંગની સુંદરતા વધારતા ગીરા ધોધને માણવા ઉમટ્યું સહેલાણીઓનું ઘોડાપૂર
Live TV
-
કુદરતના અપાર સૌંદર્યથી ભરપૂર લીલી વનરાજી અને કલબલ કરતાં ઝરણાં ડાંગ ભણી આવવાનું લોકોને આમંત્રણ આપી રહ્યા છે. ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કુદરતે અફાટ સૌંદર્ય પાથર્યું છે અને તેને જાણવા અને માણવા સહેલાણીઓનું ઘોડાપૂર આજે વઘઈ ખાતે આવેલા ગીરા ધોધ પર ઉમટ્યું હતું.
હવામાન ખાતા એ કરેલી આગાહી પ્રમાણે ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે રવિવારની રજામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ એ ગીરા ધોધ જોવા નો લ્હાવો લીધો હતો જયારે આહવાથી સાપુતારા તરફ જતા રસ્તા ઉપરના શિવઘાટ અને યોગેશ્વર ઘાટના ધોધને જોવા મોટી સંખ્યા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા અને ઉપરથી નીચે પડતાં ધોધમાં આનંદ માણ્યો હતો.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા ધોધ પાસે હોમગાર્ડ એલઆરડી અને જી.આર.ડી.ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
