Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં મુદ્રા લોનનો લોકોએ લીધો લાભ

Live TV

X
  • નાના-મોટા ધંધા- ઉદ્યોગોને મળી રહ્યા છે પ્રોત્સાહન

    સરકાર દ્વારા ભારતના ભાવિ ને ઊજવળ બનાવવા સારું અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલી મુદ્રા લોન યોજના ડાંગ જિલ્લામાં બહુ જ કારગત નીવડી છે. જે યુવાનો નાના-મોટા ધંધા કરવા ઇચ્છતા હતા તેમણે શાહુકારો ના ચુંગલમાંથી મુક્તિ લઇ બેંક નો સહારો લઇને મુદ્રા લોન યોજના થકી નાની-મોટી દુકાનો તેમજ રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા શરૂ કરી આર્થિક પગભર બન્યા છે. ડાંગ જિલ્લામાં ૧૬ બેંક કાર્યરત છે 311 ગામો અને ત્રણ તાલુકા ધરાવતા આ નાનકડા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લામાં ડાંગી જનો પોતે આર્થિક રીતે પગભર બને તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન આપવામાં આવી રહી છે કોઈપણ નાના-મોટા વ્યવસાય માટે બેંક લોન સહાય આપી લોકોને આર્થિક રીતે મદદરૂપ બની છે લોન આપી નાના વેપારીઓને હિંમત માં વધારો કરી આજે આર્થિક વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે શિક્ષિત બેરોજગારોને વ્યવસાય માટે પણ મુદ્રા લોન આપવામાં આવી રહી છે. 2018- 19 માં 421 યુવા લાભાર્થીઓને ૧૭ કરોડ જેટલી ડાંગ જિલ્લાની બેન્કોમાંથી લોન સહાય આપવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply